જ્યારે તમે YouTubeનો ઉપયોગ કરો છો, ત્યારે તમે આખી દુનિયાના લોકોના સમુદાયમાં જોડાઓ છો. YouTube દરેક કૂલ, નવી સમુદાય સુવિધામાં વિશ્વાસનું ચોક્ક્સ સ્તર શામેલ છે. લાખો વપરાશકર્તાઓ તે વિશ્વાસનો આદર કરે છે અને અમને પણ તમારા જવાબદાર હોવાનો વિશ્વાસ છે. નીચે આપેલા દિશાનિર્દેશોને અનુસરવું તે YouTubeને મનોરંજક અને દરેક જણ માટે આનંદદાયક રાખવામાં સહાયરૂપ થાય છે.
તમે YouTube પર જે જુઓ છો તે બધું કદાચ તમને પસંદ ન હોઈ શકે. જો તમને લાગે કે કન્ટેન્ટ અયોગ્ય છે, તો અમારા YouTube સ્ટાફ કન્ટેન્ટનું રિવ્યૂ કરી શકે તે માટે તેને સબમિટ કરવા માટે અયોગ્ય કન્ટેન્ટની જાણ કરવાની સુવિધાનો ઉપયોગ કરો. અમારા સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે નહીં તે નક્કી કરવા માટે અમારો સ્ટાફ અયોગ્ય તરીકે જાણ કરવામાં આવેલ કન્ટેન્ટનું દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ધ્યાનપૂર્વક તેનું રિવ્યૂ કરે છે.
અહીં સામાન્ય-જ્ઞાન અંગેના થોડા નિયમો છે કે જે તમને સમસ્યા હલ કરવામાં સહાયરૂપ લાગશે. કૃપયા આ નિયમને ગંભીરતાપૂર્વક તથા ધ્યાનપૂર્વક સમજી લો. નિયમમાંથી છટકવાનો પ્રયાસ કરશો નહીં અથવા દિશાનિર્દેશોની આડમાં તમારી રીતે વકીલાત કરવાનો પ્રયાસ કરશો નહીં—ફક્ત તેને સમજો અને જે હેતુઓ માટે તે બનાવાયેલ છે તેનો આદર કરો.
YouTube એ પોર્નોગ્રાફી અને બિભત્સ કન્ટેન્ટ માટે નથી. જો તમારા વીડિઓમાં આનું વર્ણન કરવામાં આવે, તો તે વીડિઓ તમારા હોવા છતાં પણ તેને YouTube પર પોસ્ટ કરી શકાતા નથી. તેમજ સલાહ છે કે અમે કાયદા બજવણી સાથે મળીને કામ કરીએ છીએ અને અમે તેને બાળશોષણની જાણ કરીએ છીએ. વધુ જાણો
એવા વીડિઓ પોસ્ટ કરશો નહીં કે જે અન્ય લોકોને એવી વસ્તુઓ કરવા માટે પ્રોત્સાહિત કરે કે જે તેમને ગંભીર ઇજા પહોંચાડી શકે, ખાસ કરીને બાળકોને. આવા નુકસાનકારક અને/અથવા જોખમકારક કાર્યો દર્શાવતા વીડિઓને વય-પ્રતિબંધિત કરવામાં અથવા તેની ગંભીરતાના આધારે તેને કાઢી નાખવામાં આવી શકે છે. વધુ જાણો
અમારા પ્રોડક્ટ સ્વતંત્ર અભિવ્યક્તિ માટેના પ્લૅટફૉર્મ છે. પણ અમે જાતિ અથવા પ્રાદેશિક મૂળ, ધર્મ, અપંગતા, લિંગ, ઉંમર, રાષ્ટ્રીયતા, વયોવૃદ્ધતા સ્થિતિ અથવા લૈંગિક-વલણ/લિંગ ઓળખના આધારે વ્યક્તિ કે જૂથની વિરુદ્ધ હિંસાનો પ્રચાર કરતા અથવા તેને દરગુજર કરતા હોય તેવા કન્ટેન્ટનું અથવા જેનો પ્રાથમિક ઉદ્દેશ આ મૂળ વિશેષતાઓના આધારે દ્વેષ ફેલાવવાનો હોય એવા કન્ટેન્ટનું સમર્થન કરતાં નથી. આ નાજુક સંતુલન બનાવવાનું કૃત્ય હોઈ શકે છે, પરંતુ જો પ્રાથમિક ઉદ્દેશ્ય કોઈ સંરક્ષિત જૂથ પર આક્રામક થવાનો છે, તો કન્ટેન્ટ તે સીમા ઓળંગી જાય છે. વધુ જાણો
મુખ્યત્વે આઘાત પહોંચાડનાર, સંવેદનશીલ અથવા અકારણ હેતુપૂર્વકનું હિંસક અથવા ઇજા પહોંચાડે એવું કન્ટેન્ટ પોસ્ટ કરવું યોગ્ય નથી. જો આવું ગ્રાફિક કન્ટેન્ટ સમાચાર અથવા દસ્તાવેજી સંદર્ભમાં પોસ્ટ કરી રહ્યાં છો, તો કૃપા કરીને વીડિઓમાં શું થઈ રહ્યું છે તે લોકોને સમજવામાં સહાય મળે તે માટે પૂરતી માહિતી આપવાનું યાદ રાખો. અન્ય લોકોને ચોક્કસ હિંસક કૃત્યો કરવા માટે પ્રોત્સાહિત કરશો નહીં. વધુ જાણો
YouTube પર શોષણ દર્શાવતા વીડિઓ અને ટિપ્પણી પોસ્ટ કરવી યોગ્ય નથી. જો પજવણી દુર્ભાવનાપૂર્ણ હુમલામાં સીમારેખાને ઓળંગે છે તો તેની જાણ કરવામાં અને તેને કાઢી નાખવામાં આવી શકે છે. અન્ય કિસ્સામાં, વપરાશકર્તાઓ થોડો ગુસ્સો કરી અથવા નિંદા કરી શકે છે અને તેને અવગણવું જોઈએ. વધુ જાણો
સ્પામ કોઈને પણ પસંદ નથી. મુલાકાતીઓની સંખ્યા વધારવા માટે ગેરમાર્ગે દોરતા હોય તેવા વર્ણનો, ટૅગ, શીર્ષકો અથવા થંબનેલ બનાવશો નહીં. ટિપ્પણીઓ અને ખાનગી સંદેશા સહિત, લક્ષ્યરહિત, અનિચ્છિત અથવા પુનરાવર્તિત કન્ટેન્ટ પોસ્ટ કરવું યોગ્ય નથી. વધુ જાણો
હિંસક વર્તન, છેતરપીંડી, ધમકી, પજવણી, ધાકધમકી, ગોપનીયતામાં વિક્ષેપ અથવા અન્ય સભ્યોની વ્યક્તિગત માહિતી જાહેર કરવી અને અન્ય લોકોને હિંસક પ્રવૃત્તિઓ કરવા માટે અથવા ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કરવા માટે પ્રેરિત કરવું જેવી વસ્તુઓને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે. આવા વસ્તુઓ કરતી પકડાય તે કોઈપણ વ્યક્તિ પર YouTube દ્વારા કાયમીધોરણે પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. વધુ જાણો
કૉપિરાઇટનો આદર કરો. ફક્ત તમે બનાવ્યાં હોય તેવા જ વીડિઓને અપલોડ કરો અથવા તમે ઉપયોગ કરવા માટે અધિકૃત હોય તેવા વીડિઓનો જ ઉપયોગ કરો. આનો અર્થ એ છે કે તમે ન બનાવેલ હોય તેવા વીડિઓને તમે અપલોડ કરશો નહીં અથવા તમારા વીડિઓમાં તે કન્ટેન્ટનો ઉપયોગ કરશો નહી કે જેના પર કૉપિરાઇટની માલિકી કોઈ અન્ય ધરાવે છે, જેમ કે સંગીત ટ્રૅક, કૉપિરાઇટ કરેલા પ્રોગ્રામનો સ્નિપૅટ અથવા અન્ય વપરાશકર્તાઓએ બનાવેલ વીડિઓ. વધુ માહિતી માટે અમારા કૉપિરાઇટ કેન્દ્રની મુલાકાત લો. વધુ જાણો
જો કોઈકે તમારી સંમતિ વિના તમારી વ્યક્તિગત માહિતી પોસ્ટ કરેલી હોય અથવા તમારો કોઈ વીડિઓ અપલોડ કરેલો હોય, તમે ગોપનીયતાના દિશાનિર્દેશોના આધારે કન્ટેન્ટ કાઢી નાખવાની વિનંતી કરી શકો છો. વધુ જાણો
બીજી ચૅનલ અથવા વ્યક્તિ હોવાનો ઢોંગ કરવા માટે સ્થાપિત કરવામાં આવેલા હોય તેવા એકાઉન્ટને ઢોંગ નીતિ અંતર્ગત કાઢી નાખવામાં આવી શકે છે. વધુ જાણો
જો તમને સગીરોને સંડોવતું હોય તેવું અનુચિત કન્ટેન્ટ મળે તો શું કરવું એ જાણો. તેમજ સલાહ છે કે અમે કાયદા બજવણી સાથે મળીને કામ કરીએ છીએ અને અમે તેને બાળશોષણની જાણ કરીએ છીએ. વધુ જાણો
વિષયોની શ્રેણી વિશે વધારાની નીતિઓ. વધુ જાણો
જો કોઈ YouTube નિર્માતાનું વર્તન પ્લૅટફૉર્મમાં અને/અથવા બહાર અમારા વપરાશકર્તાઓ, સમુદાય અથવા ઇકોસિસ્ટમને હાનિ પહોંચાડતું હોય, તો અમે અનેક પરિબળો આધારિત પ્રતિસાદ આપી શકીએ છીએ, જેમ કે તેમની ક્રિયાઓની અસાધારણતા સહિતના પરંતુ તેને મર્યાદિત નહીં, તેમજ શું તેમની હાનિકારક વર્તનની કોઈ પેટર્ન અસ્તિત્વ ધરાવે છે કે નહીં.
અમારો પ્રતિસાદ નિર્માતાના લાભ સસ્પેન્ડ કરવાથી લઈને એકાઉન્ટની સમાપ્તિ સુધીનો હોઈ શકે છે.
અમારા માટે તમારી સુરક્ષા અગત્યની છે. YouTubeના સાધનો અને સંસાધનો વિશે વધુ જાણો નીચે આપેલા વિષયો અંગે ટિપ મેળવો.
YouTube પર સુરક્ષિત રહેવા માટે કેટલાક ઉપયોગી સાધનો અને મૈત્રીપૂર્ણ ટિપ અહીં પ્રસ્તુત છે. વધુ જાણો
તમે કે તમારું કુટુંબ કદાચ જોવા ન ઈચ્છે તેવા સંભવિત વાંધાજનક કન્ટેન્ટને બહાર કરો. વધુ જાણો
તમે એકલા નથી. સમર્થન જોઈએ છે? યુ.એસ.માં નિઃશુલ્ક, ગોપનીય 24/7 સમર્થન માટે, નૅશનલ સુસાઇડ પ્રિવેન્શન લાઇફલાઇનને કૉલ કરો: 1-800-273-8255. વધુ જાણો
તમને અને તમારા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઑનલાઇન રહેવામાં સમર્થ કરવામાં સહાય માટે અહીં કેટલાક સંસાધનો પ્રસ્તુત છે. વધુ જાણો
YouTube પર તમારા કુટુંબના અનુભવને સંચાલિત કરવા માટે તમને મદદ કરતા સાધનો અને સંસાધનો. વધુ જાણો
YouTube વપરાશકર્તાઓ માટે વધુ ઉપયોગી માહિતી અને સંસાધનો. વધુ જાણો
ગોપનીયતા અને સુરક્ષા સેટિંગ્સનો ઝડપી ઍક્સેસ. વધુ જાણો
કાનૂની રીતે દૂર કરવાની અમારી નીતિઓ અને ફરિયાદો સબમિટ કરવા માટેની પ્રક્રિયા અંગેની માહિતી. વધુ જાણો
YouTube પરના કન્ટેન્ટની જાણ કરવા વિશે અને અમે આમારા સમુદાય દિશાનિર્દેશો કેવી રીતે લાગુ કરીએ છીએ તે વિશે જાણો.
કન્ટેન્ટને ક્યારે, કેમ અને કઈ રીતે ચિહ્નિત કરવું. વધુ જાણો
રિપોર્ટ સીધો અહીં ફાઇલ કરો. વધુ જાણો
રિપોર્ટ સીધો અહીં ફાઇલ કરો. વધુ જાણો
જો સાઇટ પરનાં વીડિઓ અને ટિપ્પણીઓ તમારી ગોપનીયતા અથવા સુરક્ષાનું ઉલ્લંઘન કરતી હોય, તો અમને જણાવો. વધુ જાણો
જ્યારે વીડિઓને ચિહ્નિત કરવા માત્રથી તમારી સમસ્યા સચોટપણે કૅપ્ચર ન થાય. વધુ જાણો
કેટલીકવાર વીડિઓ અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતો ન હોય, પણ તે દરેક જણ માટે યોગ્ય હોઈ શકે નહીં તેથી તેને વય-પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. વધુ જાણો
તે શું છે અને અમે તેને કઈ રીતે હૅન્ડલ કરીએ છીએ. વધુ જાણો
સમુદાય દિશાનિર્દેશોના ગંભીર અથવા વારંવાર ઉલ્લંઘનોને કારણે એકાઉન્ટ સમાપ્ત થઈ શકે છે. વધુ જાણો
જો તમને એક સ્ટ્રાઇક મળે તો તમારે શું કરવું જોઈએ. વધુ જાણો